10 વર્ષમાં 23,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 23,000 જેટલા લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હી અને પંજાબ બાદ આ ટ્રેન્ડમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ડેટા પ્રમાણે છેલ્લા એક દાયકામાં દિલ્હીના 60,414 અને પંજાબના 28,117 લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. for more Details visit our Website : https://www.garavigujarat.biz/....23000-gujaratis-surr